શ્રીબાલકૃષ્ણ પ્રભુનો વીસમો જન્મજંયતિ મહોત્સવ - કારેલીકા શૂદ્રી, ગોમીત શૂદ્રી અને કનકામગદાની કથા
આ અધ્યાય 36–39 સંયુક્ત છે
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કરલા ગામની કારેલીકા શૂદ્રી તેનો પતિ, પાંચ પુત્રીઓ, પુત્રો સર્વે શેરીઓ વાળે. હિતાંજલી ઋષિ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરે તે બધાં સાંભળે. તેમાં શૂદ્રી કુટુંબને કથામાં અતિ હેત થવાથી સંસારનો મોહ મટી ગયો.
તે
બધાને
ઋષિએ
અનાદિશ્રીકૃષ્ણનારાયણનો
મંત્ર
આપ્યો. “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” આ નામ મંત્રનો જાપ કરતા, કથા સાંભળતા શૂદ્રી કુટુંબ જનકરાજાની જેમ વિદેહી બની ગયા. તેમને સમજણ આવી ગઇ કે, એકબીજાના ઋણાનુંબંધથી આપણે કુટુંબમાં ભેગા થયા છીએ. આ શરીર મારું નથી. ઇન્દ્રિયો અંત:કરણ સૂક્ષ્મદેહ કારણ શરીર અજ્ઞાન હું નથી. ચોવીસ તત્ત્વોથી જુદો ચૈતન્ય આત્મા તે હું છું. નિર્મોહિના સંગથી પશુ-પક્ષી, વૃક્ષો પણ નિર્મોહી થઇ જાય તો વૈષ્ણવોની વાત શું કરવી.
એક વખત તેની પાંચ પુત્રીઓ વનમાં બોર લેવા ગઇ. ત્યાં આશ્રમમાં બદ્રીકાયન ઋષિ જોયા. ઋષિએ પરીક્ષા કરવા પોતાનું રૂપ યૌવન બતાવ્યું. દીકરીઓએ નમસ્કાર કર્યા. પણ રજોગુણનો ભાવ ન થયો. ત્યારે ઋષિ તેના પાંચ ભાઇ પાસે જઇ કહે, બહુ અનિષ્ટ થયું. વનમાં રાક્ષસો તમારી બેનોને હરણ કરી સમુદ્રમાં લઇ ગયા છે. આ સાંભળી પાંચે ભાઇઓ ઋષિને નમસ્કાર કરી કહે, તમારા આશ્રમમાં રાક્ષસો આવ્યા હોય તો તમારે સંગે તે પણ ઋષિ બની ગયા હોય અને અમારી બહેનોના ભાગ્યકર્મમાં હતું તે મળી ગયું. પણ તમે સંસારથી વિરક્ત થઇ આટલો બધો અફસોસ કેમ કરો છો ? કન્યા તો પારકું ધન છે, તે ગમે ત્યાં જવાનું જ હોય. ઋષિ વિચારવા લાગ્યા. આ પણ નિર્મોહી લાગે છે. પછી ઋષિ કન્યાઓની માતા કારેલી પાસે ગયા. તેની માતા કહે, જે પોતાના આત્માનો ઉદ્ધારનો વિચાર નથી કરતો તેનો ખરખરો કરવો. કુટુંબમાં ક્યારે ભેગા થાય, ક્યારે નોખા પડે તેની કોઇને ખબર નથી માટે ઋષિ શોક, ખેદ, દુ:ખ આપણું એ કહેવાય કે, જે ભગવાને મનુષ્યજન્મ આપ્યો એમાં ભગવાનને ન ઓળખ્યા, ન ભજ્યા, ન સતપુરુષોનો સમાગમ કર્યો, ન શાસ્ત્રોની કથા સાંભળી તો અફસોસ થાય.
કન્યાઓની માતાનું વાક્ય સાંભળી ઋષિ અતિ પ્રસન્ન થયા. તમે સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણના આત્મનિવેદી મહાભાગવત ભક્તો છો, જ્ઞાની છો. નિર્ગુણ છો, નિર્લેપ છો, નિર્મોહી છો. તમારી ભક્તિ જોઇ હું આશીર્વાદ આપું છું. તેથી સર્વે કુટુંબ અંતે પ્રત્યક્ષ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી પરમધામમાં ગયા.
નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કૃષ્ણા નદી કાંઠે બૈજવાડાની શૂદ્ર જાતીની ગોમતી લોઢાના યંત્રો બનાવવા ભઠ્ઠીનું કામ કરતી. તે ધર્મપરાયણ દાન, પુણ્ય કરતી. અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિપરાયણ હતી. પણ ભઠ્ઠીના કામમાં થતા પાપથી તેને ક્ષયરોગ થયો. આખા કુટુંબને ક્ષયરોગ થયો. તેથી તેણે અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના સ્તુતિ કરી. પ્રગટ પ્રભુ કૃષ્ણાયન સાધુ બની સાધુની મંડળી લઇ ગોમતીની ઘરે ગયા. તેણે ભક્તોનો સત્કાર કર્યો, જમાડ્યા, પૂજા કરી. પછી પ્રભુએ પોતાના પગ ધોઇને બધાને પાણી પાયું તેથી બધાનો રોગ મૂર્તિમાન નીકળી ગયો. પછી પ્રભુએ “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” આ મંત્ર આપી પોતાની મૂર્તિ આપી, પોતાનું દિવ્ય દર્શન આપી અદ્રશ્ય થયા. તે ગોમતીનું કુટુંબ અનાદિશ્રીકૃષ્ણનારાયણના વીસમાં જન્મજયંતી મહોત્સવમાં કુંકુમવાપી આવ્યા. ત્યાં પ્રભુના દર્શન-પૂજા કરી પોતાના ગામે ગયા. પ્રભુનું ભજન કરી અંતે ધામમાં ગયા.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ધુતારપુરની કનકામગદા ચામઠા જાતીની નવા- જૂના બળદો લેવા-વેચવાનો ધંધો કરતી. પણ તેના ખોટું બોલી છેતરવાનું પાપ વધારે થતું. તે સાધુને પૂજતી, ભગવાનને માનતી. તે સાધુએ આપેલા “ૐ અનાદી શ્રીકૃષ્ણનારાયણ: સ્વામીને સ્વાહા” મંત્રનો ભજન કરતી. ગુરુમાં ભગવાન રહ્યાં છે. ગુરુ દેવ છે, ઇશ્વર છે, પરબ્રહ્મ છે એમ માની ભજન કરતી. ગુરુને પોતાનું પાપ જણાવતી. ચોર લોકો પેટ માટે કુટુંબ માટે ચોરી પાપ કરે છે. પરંતુ જો ગુરુને નિષ્કપટભાવે કહે તો ગુરુ મંત્રઉપદેશ આપી તેનો આ લોક, પરલોક બંને સુધારે છે. કનકામગદાની ભક્તિથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાધુનું રૂપ લઇ તેને ત્યાં ગયાં. ભક્તાણીએ પૂજન કર્યું, જમાડ્યા. પ્રગટ પ્રભુએ રાજી થઇ તેને પોતાનું દિવ્ય દર્શન આપી મોક્ષ કર્યો.