ભાગ · અધ્યાય ૧૧૨–૧૧૩

મુકુંદવિક્રમ રાજા દ્વારા દિલાવરીના રાજ્યમાં પ્રભુના પુત્રોની નિયુક્તિ

આ અધ્યાય 112–113 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, મુકુંદવિક્રમ રાજાએ રાજ્યના યમુના તટે મહામંદિર કરાવીને તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રતિમા પધરાવી પોતે જ પૂજા, આરતી કરતો હતો. શરીરથી, મનથી, ઇન્દ્રિયોથી, અંત:કરણથી અનાદિ શ્રીકૃષ્ણનારાયણની જ ભક્તિ કરતો. રાજ્યમાં સમગ્ર કામમાં પ્રભુને ક્યારેય પણ ભૂલતો નહીં. રાજ્યમાં પ્રજામાં ઘરે ઘરે પ્રભુની પૂજા થતી. કંઠી, તુલસીની માળા વિનાનો કોઇ મનુષ્ય ન હતો. સાંજે હંમેશા લક્ષ્મીનારાયણ સંહિતાની કથા થતી. તે રાજાની પત્ની મુક્તિબાલેશ્વરી તે પણ પતિવ્રતા સતી હતી. તે પણ પતિને સાથે ભક્તિમય જીવન ગાળતી. તે સુખદા લક્ષ્મીનો પુત્ર મુકુંદવિક્રમ તેણે રાજ્યમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપાસના, જ્ઞાન, દાન, યજ્ઞો એટલા સત્કર્મ પ્રવર્તાવ્યા કે, પૃથ્વી પર વૈકુંઠ, ગોલોક હોય ને શું એવું ભાન બધાને થતું હતું.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, પ્રભુનો પુત્ર મુકુંદવિક્રમ રાજા બીજા પ્રભુના પુત્રોને યથાયોગ્ય નિયુક્તિ કરતો હતો. શ્રીના પુત્ર રાસકૃષ્ણને ઉપપ્રધાન નિમ્યો. લક્ષ્મીપુત્ર વાસુદેવને મંત્રી, પ્રજ્ઞાપુત્ર બ્રહ્મપ્રભુને સેનાપતિ, પદ્માવતીપુત્ર અનંતને જેલર, લલિતાપુત્ર લાલેશ્વરને રાષ્ટ્રપ્રમુખ, રમાપુત્ર રામસાક્ષીને વિદ્યાધ્યક્ષ, રાધાપુત્ર રાયકેશીને કોષાધ્યક્ષ, જયાપુત્ર વિજયને ઉપમંત્રી, માણિકીપુત્ર કૌસ્તુભમણિને ન્યાયાધીશ, કમલાપુત્ર પદ્મનાભને સભાધ્યક્ષ, નારાયણીપુત્ર નરદેવને ઉપસેનાપતિ, બ્રાહ્મીપુત્ર બ્રહ્મરાતને રાજ્યગોર, ભાગવતીપુત્ર ભર્ગને યજ્ઞ કાર્યમાં. આ રીતે પ્રગટ પ્રભુના પુત્રોને અધિકારપદે નિયુક્ત કર્યા.