ભાગ · અધ્યાય ૯૦

વ્રત-નિયમ, તીર્થયાત્રા ન કરી શકે તેનો ઉદ્ધાર કેમ થાય ?

પ્રજ્ઞા, પદ્માવતીએ પૂછ્યું : હે ભગવાન, જે સત્સંગ, ભજન, તિર્થયાત્રા, વ્રત, નિયમ, સાધુઓને બ્રહ્મભોજન કાંઇ ન કરતો હોય તેનો ઉદ્ધાર કેમ થાય ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : જે ગૌદાન કરે તેણે સર્વદાન કર્યા. ગૌદાન યમદૂત ભયથી રક્ષણ કરે છે, પિતૃનો ઉદ્ધાર કરે છે, વંશ વધારે છે, સ્વર્ગ આપે છે, સંપત્તિ અને મોક્ષ આપે છે. ગૌદાન કર્યું તેણે પૃથ્વીનું અને લક્ષ્મી સર્વે રસનું દાન કર્યું છે. ગાયમાં સર્વ દેવો વાસ કરે છે તેથી ગાયનું પૂજન કરવું. ગાયનું વિધિપૂર્વક પૂજન કરી મંદિરમાં ગુરુને, સાધુના આશ્રમમાં દાન કરવાથી સર્વ પુરુષાર્થની સિદ્ધિ થાય છે.