Audio
Kirtan, dhoon, puja & discourses — listen online or download, free.
Swetayan Group Presents
શ્રી અનાદિ શ્રી કૃષ્ણનારાયણની કૃપાથી, અમે શ્વેતાયન ગ્રુપ આ પવિત્ર અધિક (પુરુષોત્તમ) માસ – ૨૦૨૬ના શુભ અવસરે આ ગીત શરણાગતિ મંડળ માટે અને મહારાજના ચરણે સાદર સમર્પિત કરીએ છીએ; પ્રભુની કૃપા જ આ સેવાનું એકમાત્ર પ્રેરકબળ છે અને એ જ કૃપાથી આ સર્જન સંભવ બન્યું છે.
શ્વેતાયન શ્વેતાયન બોલતા, મનડું રાજી થાય રે, દર્શન-દેવા બાલકૃષ્ણ પરમધામથી પધારે રે,
રાજી-રાજી થઈને લાલજી, થનક થનક નાચે રે, ભક્તો ના ભાવે વાલે-તમે વાટકા દૂધના પીધા રે
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
ગગન-ચુંબી મંદિર બંધાવી, અમૃત ધારા વરસે રે દસ-ફૂટ ચાલી લાલજીએ ભક્તોને રાજી કરતા રે,
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
રમતી-રમતી સુગંધ ગુલાબની, ચારે કોરે ફેલાય રે, સેવા-ભક્તિથી વશ થઈને વહાલે ફૂલ-હાર તો વધારે રે
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
પથરો-મોટો તારા નામનો, પાણીમાં તરતો રે'ય રે, જમવા ભક્તોના હાથે પ્રત્યક્ષ મૂર્તિમાંથી આવે રે
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
સર્વે-ભક્તો ભેળા મળીને, સભા ઉત્સવ ઉજવે રે, દિવ્ય-મૂર્તિનો આનંદ દઈને શ્રીફળ ફાટી જાય રે,
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
અગણિત-પરચા વહાલા તારા, ભક્તોના હૈયે છવાયા રે દુખડા-દૂર કરી વહાલે સુખના સાગર છલકાવા રે
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
સંતો-ભક્તો ની સંગાથે, સાચી-ઓળખ તારી થાય રે, કોટી વંદન પ્રગટને જેને વંદે પાંચેય વેદ રે
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
દેવો-માનવોના ઉધાર કાજે, સતાવન શાસ્ત્રો રચ્યા રે, કર-ચરણનાં ચિહ્નો નીરખી હૈયાં સૌનાં હરખ્યા રે
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
કુકવાવધામે જન્મ્યા ને, ધબકે હૃદય ફુલવાડી રે, કર્મભૂમિ જૂનાગઢ 'ને ભક્તો યાત્રા કરવા આવે રે
શ્વેતાયન શ્વેતાયન બોલતા…
છેલ્લો આ જનમ કરીને, તારા ચરણ-કમળ માં રહેવું રે, હસતી, રમતી, જમતી મૂર્તિ બીજે ક્યાં જોવા મળે રે? બોલો ભક્તો, હસતી, રમતી, જમતી મૂર્તિ બીજે ક્યાં જોવા મળે રે?
શ્વેતાયન શ્વેતાયન બોલતા…